મોરબી-માળિયામાં દોઢ ઇંચ, હળવદમાં સવા ઇંચ વરસાદ, ખેડૂતોમાં ખુશી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.5
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસના અસહ્ય બફારા બાદ આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે.
- Advertisement -
જિલ્લા કંટ્રોલ રૂમના આંકડા મુજબ, એક જ કલાકમાં મોરબી અને માળિયા તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે હળવદ તાલુકામાં સવા ઇંચ, ટંકારામાં એક ઇંચ અને વાંકાનેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
આ વરસાદથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. જોકે, હજુ પણ વધુ વરસાદની જરૂરિયાત હોવાથી મેઘરાજા મન મૂકીને વરસે તેવી આશા રાખી રહ્યા છે. આ વરસાદથી લોકોને બફારા અને ગરમીથી મોટી રાહત મળી છે.