ગત વર્ષે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત 17 કરોડ વૃક્ષોનું વાવેતર કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
દેશ અને દુનિયામાં ગ્લોબલવોર્મિંગની માંથી અસરના લીધે કમોસમી વરસાદ તથા વધુ પડતો ઠંડી અને ગરમી અનુભવાય છે. ત્યારે આ દરેક ચક્રમાંથી બચવા માટે વધુ વૃક્ષોનું વાવેતર અને અને ઉછેર કરવો જરૂરી છે તેવામાં સુરેન્દ્રનગર એમ.પી.શાહ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના 76માં વન મહોત્સવની ઉજવણી કરાઇ હતી જેમાં સુરેન્દ્રનગર વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા જીવનમાં વૃક્ષોના જરૂરિયાત વિશે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે સવારે જગ્યા ત્યારથી રાત્રે સુતા સમયે સુધી જીવનમાં તમામ ક્ષણે વૃક્ષોમાંથી સર્જાયેલ ચીજવસ્તુઓનો ઉપયોગ થાય છે. આ સાથે જિલ્લામાં જે પ્રકારે જમીનની અંદર પાણીના તર નીચા ગયા છે તેના સામે વધુ પડતા વૃક્ષો વાવેતર કરવાના લીધે વરસાદ ઝડપથી આકર્ષાય છે જેથી જીવન જરૂરિયાત પાણી માટે પણ વૃક્ષોની ભૂમિકા મહત્વની છે. આ સાથે ગત વર્ષે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત 17 કરોડથી પણ વધુ વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યો હતો. ત્યારે 76માં વન મહોત્સવ નિમિતે આયોજન કરેલ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, લોક સાહિત્યકાર અનુભા ગઢવી, વઢવાણ પ્રાંત અધિકારી મેહુલભાઈ ભરવાડ, નાયબ વન સંરક્ષણ વિભા ગોસ્વામી સહિતના આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.