શિક્ષક નિષ્ઠા, સદાચાર અને પ્રેમથી કાર્ય કરે તો સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બને
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાનાં કાથરોટા પ્રાથમિક શાળાના અને બે વાર રાષ્ટ્રીય સન્માન મેળવનાર શિક્ષક બલદેવપરી દ્વારા શિક્ષકના મહત્વ અને સમાજમાં તેની ભૂમિકા પર એક સુંદર લેખ બનાવી વિદ્યાર્થી અને વાલીઓ તેમજ શિક્ષક માટે કેટલી અગત્યનું ભુમિકા છે તેનું આજના આ ડીઝીટલ અને ભાગદોડ ભર્યા જીવનનું મહત્વ સમજાવ્યું છે. આજનો યુગ ભલે જ્ઞાન અને માહિતીનો હોય, જ્યાં ગૂગલ અને સોશિયલ મીડિયા બાળકના હાથમાં છે, પરંતુ આ માહિતીને યોગ્ય દિશા આપવાનું કામ માત્ર શિક્ષક જ કરી શકે છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનો પાઠ ભણાવનાર નથી, પરંતુ વિદ્યાર્થીના જીવનનો ઘડતરકાર છે. તે પોતાના આચરણથી, સમયપાલનથી અને સદાચારથી જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. શિક્ષકનું એક નાનકડું વર્તન પણ વિદ્યાર્થી માટે જીવનભરનો પાઠ બની શકે છે.
- Advertisement -
ટ્યુશન અને વ્યવસાયિક શિક્ષણની સમસ્યા
આજના સમયમાં શિક્ષણ માત્ર ટ્યુશન અને કોચિંગ ક્લાસ સુધી સીમિત થઈ ગયું છે. પરિણામની આંધળી દોડમાં શિક્ષણની પવિત્રતા ક્યાંક ખોવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓ શાળામાં ફી ભરીને પણ ખાનગી ક્લાસમાં જાય છે, ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે શું આપણે વર્ગખંડને એટલો જીવંત નથી બનાવી શકતા કે વિદ્યાર્થીને બહાર જવાની જરૂર જ ન પડે?
શિક્ષક: મિત્ર અને માર્ગદર્શક
- Advertisement -
વિદ્યાર્થીને માત્ર જ્ઞાન જ નહીં, લાગણીની પણ જરૂર હોય છે. જ્યારે કોઈ વિદ્યાર્થી કોઈ સમસ્યાથી પરેશાન હોય, ત્યારે શિક્ષકનો એક પ્રેમભર્યો સવાલ, “તું સારું છે ને?” જીવનભર માટે પ્રેરણા બની શકે છે. શિક્ષક જ્યારે મિત્ર બનીને માર્ગદર્શન આપે, ત્યારે જ વિદ્યાર્થી વિશ્વાસપૂર્વક તેની સામે ખુલી શકે છે.
અનુભવ આધારિત શિક્ષણનું મહત્વ
આજના યુગમાં માત્ર લેક્ચર પદ્ધતિ પૂરતી નથી. અનુભવ આધારિત શિક્ષણ જ જરૂરી છે. પર્યાવરણનો પાઠ ભણાવવા માટે પુસ્તકોના ચિત્રો બતાવવાને બદલે વિદ્યાર્થીઓને પ્રકૃતિની વચ્ચે લઈ જવાથી તેમનું જ્ઞાન વધુ મજબૂત બને છે. શિક્ષક જ્યારે એક “સુવિધાકારક (રફભશહશફિંજ્ઞિિં)” તરીકે કામ કરે છે, ત્યારે વિદ્યાર્થી સાચા અર્થમાં શીખે છે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાનનો શિક્ષક જો વિદ્યાર્થીઓ સાથે જૂના પંખા અને બેટરીમાંથી પવનચક્કી બનાવે, તો કદાચ એ જ અનુભવમાંથી કોઈ વિદ્યાર્થી ભવિષ્યનો એન્જિનિયર બની શકે છે.
આમ, શિક્ષક માત્ર નોકરીયાત નથી, પરંતુ રાષ્ટ્રનો શિલ્પકાર છે. જેમ દીવો પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે, તેમ શિક્ષક નિષ્ઠા, સદાચાર અને પ્રેમથી કાર્ય કરીને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે.