ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.5
ગીર સોમનાથ જીલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા દ્રારા આગામી ઇદે મીલાદ તહેવારને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે જે અંગે તકેદારી રાખવા સુચના આપેલ હોય તે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.બી.ચૌહાણ સહિતના સ્ટાફ દ્વારા ઇદે મીલાદ સબબ નિકળનાર ઝુલુસ વાળા રૂૂટ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ર્ચિત કરાયું હતું.
પ્રભાસ પાટણ પોલીસ દ્વારા ઇદે મીલાદ તહેવારને પગલે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું
