ધારાસભ્ય અરવિંદ રાણા, કાંતિ બલર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા
સુરત શહેરના મહિધરપુરા દારૂખાના રોડ પરના વિસ્તારમાં 8 જેટલા ગણપતિ પંડાલમાં ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિના સમયગાળા દરમિયાન ચોરી થઈ હતી. ગણેશજીની ચાંદીની અને પિત્તળની મૂર્તિ તેમજ રોકડ રકમની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ધારાસભ્ય અરવિંદ રાણા, કાંતિ બલર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ ઘટનામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
- Advertisement -
ચોરોની અટકાયત કરવામા આવી
પોલીસે તપાસ આદરીને બન્ને આરોપીની તમામ મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે, જેમાં એકનું નામ આકાશ છે અને બીજાનું નામ સોહિલ સાંઇ દંતાણી છે.
ચોરીના ઉદ્દેશ્ય સાથે આવ્યા હતા
- Advertisement -
આ ઘટના અંગે DCP રાઘવ જૈને જણાવ્યું કે, મહિધરપુરા વિસ્તારમાં દારૂખાના રોડ ઉપર લગભગ રાત્રિના ત્રણથી ચાર વાગ્યાની આસપાસમાં એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઉદ્દેશ્યથી આવ્યો હતો અને આ વિસ્તારમાં સ્થાપના કરેલા ગણપતિ મંડપમાં ચોરીના પ્રયાસો કર્યા હતા. તેમજ અમુક જગ્યાએ ચોરી કરતા પંડાલ અને મુર્તિને પણ હાનિ પહોંચી હતી.
આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આરોપીઓનો ઉદ્દેશ માત્ર ચોરી કરવાનો હતો. તેથી લોકોને અપીલ છે કે અફવા પર ધ્યાન ન આપે, ઉદ્દેશ માત્ર ચોરીનો છે. અહીંયા અમે એક સાથે મળીને બધાએ ગણપતિની આરતી પણ કરી છે. લગભગ 7 થી 8 પંડાલોમાં ચોરીનો પ્રયાસ થયો છે. હાલમાં શાંતિનો માહોલ છે.