ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સુધારા બાદ, દિલ્હીમાં 19 કિલોગ્રામનું કોમર્શિયલ LPG સિલિન્ડર હવે 1,580 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 51.50 રૂપિયાનો ઘટાડો કરાયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જારી કર્યા છે. આ નવા ભાવ અનુસાર 19કીલોવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડર એટલે કે 14 કીલોવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
- Advertisement -
જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, એમ કંપનીઓએ જણાવ્યું હતું. તાજેતરના માસિક સુધારા પછી ભાવ ઘટાડાથી દેશભરના વાણિજ્યિક ગ્રાહકોને રાહત મળી છે.
દિલ્હીમાં 19 કીલોવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ 51 રૂપિયા ઘટીને 1580 રૂપિયા થઇ ગયો છે. જે અગાઉ 1631રૂપિયામાં મળતું હતું. ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરનો ભાવ 853 રૂપિયા પર યથાવત રાખવામાં આવ્યો છે. કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને 1684રૂપિયા થઇ ગયો છે. ઓગસ્ટમાં તેનો ભાવ 1734 રૂપિયા અને જુલાઇમાં 1769 રૂપિયા હતો. જૂનમાં તેનો ભાવ 1826 રૂપિયા હતો. મુંબઇમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને 1531 રૂપિયા થઇ ગયો છે. ઓગસ્ટમાં તેનો ભાવ 1582 રૂપિયા અને જુલાઇમાં 1616 રૂપિયા હતો. જૂનમાં તેનો ભાવ 1674 રૂપિયા હતો. ચેન્નાઇમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ઘટીને 1738 રૂપિયા થઇ ગયો છે. ઓગસ્ટમાં તેનો ભાવ 1789 રૂપિયા અને જુલાઇમાં 1823 રૂપિયા હતો. જૂનમાં તેનો ભાવ 1881 રૂપિયા હતો. ભારતમાં ઇન્ડિયન ઓઇલના ડેટા અનુસાર 14.2 કિલોના ડોમેસ્ટિક સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 853 રૂપિયા, મુંબઇમાં 852 રૂપિયા, લખનઉમાં 890 રૂપિયા છે. ઓગસ્ટની જેમ જ સપ્ટેમ્બરમાં પણ ડોમેસ્ટિક સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.