મહાઆરતી અને સંપુટમાં શહેરના હોદ્દેદારો હાજર, સમિતિના કાર્યોની પ્રશંસા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ, જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. 10 જાગૃત નાગરિક મંડળ અને મહિલા સત્સંગ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા જીવનનગર કા વિઘ્નહર્તા મહોત્સવમાં મહાઆરતી અને સંપુટનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો. શહેરના ભાજપના પદાધિકારીઓ, નગરસેવકો અને વોર્ડના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને સમિતિના કાર્યોની પ્રશંસા કરી.
પ્રદેશ ભા.જ.5.ની શ્રીમતિ અંજલિબેન રૂપાણીએ દિપ પ્રાગટ્ય કરી સમિતિને છેલ્લા 44 વર્ષથી અવિરત સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ માટે અભિનંદન પાઠવ્યા. વોર્ડ નં. 10 ના નગરસેવક નિરૂભા વાઘેલાએ પણ સમિતિની પ્રશંસા કરતા જણાવ્યું કે આયોજનોમાં નવીનતા અને સહકાર હોવાને કારણે પ્રત્યેક કાર્યક્રમ સફળ બને છે.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરતાં જણાવ્યું કે માનવતાલક્ષી વિચારધારા આધારે કરવામાં આવતી પ્રવૃત્તિઓ સમાજ અને રાષ્ટ્ર માટે લાભદાયક છે. લોકો મજબુત હશે તો જ દેશ મજબુત બનશે, તેવો તેમણે ઉમેરો કર્યો.
મહોત્સવમાં પ્રદેશ ભા.જ.5. શ્રીમતિ અંજલિબેન રૂપાણી, નગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, ઉપપ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, પૂર્વ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, નગરસેવકો નિરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, ઉપપ્રમુખ રત્નદિપસિંહ જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ મયુરીબેન ભાલાળા, વોર્ડ મંત્રી ભાવનાબેન સુમેત્રા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. ફોટોમાં મહોટેસવના સંપુટ વિધિનું ઉદ્દઘાટન કરતી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, નિરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, જયેશભાઈ ચોવટીયા અને અન્ય આગેવાનો દર્શનારા નજરે પડે છે.