ઓક્ટોબર સુધી સમય મળ્યો
રોષે ભરાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું, ‘આ નિર્ણય અમેરિકાને બરબાદ કરી દેશે’
- Advertisement -
ટેરિફની આડમાં દુનિયાને ધમકી આપી રહેલાં ટ્રમ્પને મોટો ફટકો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ટેરિફને લઈને આખી દુનિયામાં હોબાળો મચાવનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકી કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પનો મોટા ભાગનો ટેરિફ ગેરકાયદે છે, જોકે હાલમાં એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે આ નિર્ણયને પક્ષપાતી ગણાવ્યો છે. ટ્રમ્પે આ નિર્ણયની આકરી ટીકા કરી અને કહ્યું હતું કે જો આ ટેરિફ દૂર કરવામાં આવશે તો અમેરિકા બરબાદ થઈ જશે. ટ્રમ્પે ડ પર પોસ્ટ કરીને લખ્યું કે, બધા ટેરિફ હજુ પણ લાગુ છે. અપીલ કોર્ટે ખોટી રીતે કહ્યું કે અમારે ટેરિફ હટાવવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકા જીતશે.
- Advertisement -
રાષ્ટ્રપતિએ શક્તિઓનો દુરુપયોગ કર્યો: US કોર્ટ
યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટ્રમ્પે તેમનો ઇમર્જન્સી પાવરનો દુરુપયોગ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પને તેમની ઇચ્છા મુજબ વિશ્ર્વના દરેક દેશ પર ટેરિફ લાદવાનો કોઈ કાનૂની અધિકાર નથી. રાષ્ટ્રપતિને ટેરિફ લાદવાની અમર્યાદિત શક્તિ આપી શકાતી નથી. યુએસ અર્થતંત્રને ધ્યાનમાં રાખીને ટ્રમ્પના નિર્ણયોને તાત્કાલિક રોકવામાં આવ્યા નથી અને તેમને સમય આપવામાં આવ્યો છે. ટેરિફની આડમાં દુનિયાને ધમકી આપી રહેલા ટ્રમ્પ માટે આ એક મોટો કાનૂની ઝટકો છે. અગાઉ ન્યૂ યોર્કની ફેડરલ ટ્રેડ કોર્ટે પણ આવો જ નિર્ણય આપ્યો હતો, જેને હવે ફેડરલ સર્કિટ માટે અપીલ કોર્ટ દ્વારા મોટા ભાગે સમર્થન આપવામાં આવ્યું છે. ન્યાયાધીશોએ 7-4ના નિર્ણયમાં એમ પણ કહ્યું હતું કે એવું લાગે છે કે કોંગ્રેસનો હેતુ રાષ્ટ્રપતિને ટેરિફ લાદવાની અમર્યાદિત શક્તિ આપવાનો હતો. હાલમાં કોર્ટે ટેરિફ તાત્કાલિક રદ ન કરવાનો નિર્ણય લીધો છે અને ટ્રમ્પને આ નિર્ણયને ઓક્ટોબર સુધી સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે.