ભત્રીજાએ જ પોતાના કાકાની મારી લાશ ખાડામાં ફેંકી, એલસીબી ટીમે ઝડપ્યો
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલીના સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ગત 26 ઓગસ્ટના રોજ જીલુભાઈ ખોખાભાઈ વાઘોશી (ઉમ્ર 55)નું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર અજાણ્યા હથિયાર વડે ઘાતક હુમલો થયો હતો. બનાવની ફરિયાદ મરણજનારના ભત્રીજા બાબુભાઈ જેઠુડભાઈ વાઘોશીએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તપાસ દરમિયાન એલસીબી અને સ્થાનિક પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધર્યા પછી આશ્ચર્યજનક હકીકત સામે આવી. મૃત્યુ પામનારના ભત્રીજાએ જ પોતાના કાકાની હત્યા કરી હતી. પેટા જમીન વિવાદ અને ઘરમાં પૈસા લેવાની લાડકડીને કારણે ભત્રીજાએ રાત્રી દરમિયાન કુહાડી અને લાકડાના બડીયા વડે જીલુભાઈનું હત્યાનું કાંડ કર્યું અને લાશને પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધી હતી.
- Advertisement -
હત્યારાને ઝડપી પાડવામાં અમરેલી એલસીબી પીઆઇ વી.એમ. કોલાદરા અને સાવરકુંડલા રૂરલ પીઆઇ પી.એલ. ચૌધરી તેમજ એલસીબી ટીમના યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા, દશરથસિંહ સરવૈયા, તુષારભાઈ પાંચાણી સહિતની ટીમની સહાય મળી હતી. પોલીસે ભત્રીજાની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.