રાજકોટનું મુખ્ય પ્રવેશદ્વાર સમાન માધાપર ચોકડી કે જ્યાં અમદાવાદ, મોરબી, વડોદરા, જામનગર સહિતનાં શહેરોમાંથી આવતો અને જતાં વાહનોનો અત્યંત ટ્રાફિક હોય છે ત્યાં વરસાદ બાદ મસમોટો ખાડો પડી ગયો છે જેમાં અવાર-નવાર નાના-નાના અકસ્માત થતાં હોય છે પરંતુ તંત્રને આ ખાડો દેખાતો નથી. આજે સવારે પણ એક વૃદ્ધ એક્ટિવા સ્કૂટર લઈને જતાં હતા અને આ ખાડામાં ખાબક્યા હતા જેના કારણે તેમને ઈજા પણ થઈ હતી અને માધાપર ચોકડી પરનાં ટ્રાફિક વોર્ડન સહિતનો સ્ટાફ તેમની મદદે દોડી ગયો હતો. હાલ, માધાપર ચોકડી પર બ્રિજનું પણ કામ શરૂ હોવાથી વધુ ટ્રાફિક રહેતો હોય છે ત્યારે આ ખાડો કોઈ મોટો અકસ્માત નોતરે તે પહેલાં તાત્કાલિક અસરથી રિપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
તંત્રને માધાપર ચોકડીનો આ ‘ખાડો’ મોટો અકસ્માત નોતરે તેની રાહ?
Follow US
Find US on Social Medias