95% કેસ પાછળ માત્ર મોબાઈલ જ જવાબદાર
રાજ્યના નિષ્ણાંત સાઇકાયટ્રિસ્ટ અને ન્યૂરો-સાઇકિયાટ્રિસ્ટ બાળકોમાં હિંસક વર્તન અંગે આપી પ્રતિક્રિયા
- Advertisement -
બાળકોમાં સહનશક્તિનો અભાવ અને સેલ્ફ ઇન્જરીના કેસ સૌથી વધુ આવે છે
મોબાઈલ એડિક્શનના કારણે બાળકોની વિચારવાની ક્ષમતા સતત ઘટી રહી છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
થોડા દિવસો પહેલાં જ અમદાવાદની ‘સેવન્થ ડે’ સ્કૂલમાં આઠમા ધોરણના એક વિદ્યાર્થીએ દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર હથિયારથી મારી નાખ્યો. આ કિસ્સાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. બાળકોમાં આટલી ક્રૂર માનસિકતા ક્યાંથી આવી? સાયકોલોજિકલ ભાષામાં આ પ્રકારની બીમારીને ‘ઇન્ટરમિટન્ટ એક્સપ્લોસિવ ડિસઓર્ડર’ (સમયાંતરે થતું હિંસક વર્તન) કહે છે, જેમાં વ્યક્તિ કોઈ આવેશમાં આવી પોતાના પર અથવા બીજાના પર હુમલો કરી બેસે છે. નાનાં બાળકો શા માટે હિંસક બને છે? આ વિશે રાજ્યના નિષ્ણાંત બે મનોચિકિત્સકોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. આ પ્રકારનું વાયોલન્સ બહુ જ રેર છે, પણ છેલ્લાં થોડાં વર્ષોમાં હિંસાનું પ્રમાણ વધ્યું તો છે જ. કોરોનામાં જ્યારથી બાળકોનો મોબાઇલ સ્ક્રીન ટાઈમ વધ્યો છે ત્યારથી આ પ્રશ્ર્નો વધ્યા છે. મોબાઈલ એડિક્શનના કારણે બાળકોની વિચારવાની ક્ષમતા ઘટી ગઈ છે અને એ કારણે એમનો ઇમ્પલ્સિવ નેચર વધ્યો છે. છેલ્લાં 10-15 વર્ષમાં જનરેશનમાં ઘણો ફરક આવ્યો છે. પ્લસ, કોર્પોરેટ કલ્ચરના કારણે માતા-પિતા બંને વર્કિંગ હોય છે અને બાળકોનો ઉછેર કોઈ માસી-આયા રાખીને કરાવવામાં આવતો હોય છે. હવે આ કેર ટેકર હોય એ કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે? એ પોતે કેવી રીતે ઉછર્યાં છે, એમનાં બાળકો કેવી રીતે મોટાં થઇ રહ્યાં છે. એ કશું જ જોયા વિના બાળક સોંપી દેવામાં આવે, તો એના કારણે લાંબા ગાળે બાળકની માનસિક સ્થિતિમાં ઘણો ફરક પડે છે. આ બધાં કારણોથી બાળકોની બાળકોનાં માનસ પર ગંભીર અસરો પડે છે. આજકાલનાં બાળકોમાં સહનશક્તિનો અભાવ અને સેલ્ફ ઇન્જરીના કેસ સૌથી વધુ જોવા મળે છે. બાળકો વડીલો સામે તોછડાઇથી બોલવા માંડે, મોબાઈલ કે કાચની વસ્તુઓ છુટ્ટી ફેંકે, દરવાજો ભટકાવે, દીવાલ પર માથું ભટકાવે છે. પોતાની જાતને નુકસાન પહોંચાડવા માંડે છે. બાળકોને આ બધાંથી સ્ટ્રેસ રિલીઝ થાય તેવી અનુભુતિ થાય છે. બાળકોને હવે આ પ્રકારનો નશો થવા લાગ્યો છે.
ઉંમર પ્રમાણે અલગ અલગ બીમારીઓ
હિંસક વૃતિની બીમારી વિશે થોડું ઊંડાણમાં સમજાવતા સાઇકાયટ્રિસ્ટ કહે છે કે ‘આમાં મુખ્યત્વે ઉંમર પ્રમાણે 3 પ્રકાર હોય છે. જો 6થી 12 વર્ષના બાળકોમાંને થાય તો ઘઉઉ (અપોઝિશન ડિફાઇન ડિસઓર્ડર) કહેવાય, 12થી 18 વર્ષના બાળકોને મુશ્કેલી હોય તો ‘કંડક્ટ ડિસઓર્ડર’ કહી શકાય અને જો 18 વર્ષથી મોટા લોકોમાં થાય તો તેને ‘એન્ટિસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર’ કહેવામાં આવે છે. હવે આમાં કંડક્ટ અને અપોઝિશન ડિસઓર્ડરમાં બાળકો સામા જવાબ આપતાં થઈ જાય છે, ગુસ્સો કરે છે, હિંસા કરે છે, માણસોની સાથે પ્રાણીઓને મારવા માંડે છે. આ ઉપરાંત હિંસાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ઉપરાંત પબજી જેવી ગેમ્સમાં બતાવવામાં આવે છે કે તમે કોઈને મારો તો તમને ઈનામ મળે, પૈસા મળે અને તમે ખુશ થાઓ. આ બધું એક લેવલથી વધી જતાં બાળકો રિયલ લાઈફમાં ક્યારે હિંસા પર ઊતરી આવે છે એ ખ્યાલ નથી રહેતો. બાળકોમાં 14થી 20 વર્ષની ઉંમર બહુ જ સેન્સિટિવ હોય છે, એમાં જો એમને પૂરતું હુંફાળું વાતાવરણ ન મળે તો બાળક કોઈ પણ દિશામાં ભટકી શકે છે. એમનાં નેગેટિવ ઇમોશન જો બહાર કાઢવામાં ન આવે તો ગંભીર માનસિક બીમારીમાં પરિણમી શકે છે.
હિંસક વર્તનના મહિને હજારો કેસ !
મહિને 200-300 બાળકો સાઇકાયટ્રિસ્ટ પાસે જાય છે. શહેરની વાત કરો તો મહિને એકાદ હજાર તો ખરા જ. આમાં કોઈ પણ ડિપ્રેશન કે બીજા કોઈ કારણોસર સાઇકાયટ્રિસ્ટ પાસે આવે અને એનું એનાલિસિસ કરીએ તો એ લોકોએ શરીરમાં ક્યાંક ને ક્યાંક બ્લેડ મારેલી હોય જ છે. કારણ પણ બધાનું એક જ કે, ‘જ્યારે ડિપ્રેશનમાં હતા ત્યારે ચિંતા ઓછી કરવા અમે કટ્સ મારતા.’ છેલ્લા થોડા સમયથી સાઇકાયટ્રિસ્ટ નોટિસ કરે છે કે 10 કેસ આવે તો એમાંથી 7 કેસ તો એવા જ નીકળે જેમાં બાળકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય. અગાઉ બાળકો આટલાં હિંસક નહોતાં બનતાં. અત્યારે તો આપણને જોઇને ડર લાગી જાય એટલા ઊંડા ઘા માર્યા હોય છે. રાજ્યભરમાં મહિને ડોક્ટરો પાસે 4-5 હજાર કેસ પહોંચતા હશે, બહાર ન આવતા કેસ તો કલ્પી ન શકાય એટલા હશે. મોટાભાગના એટલે કે 95% કેસ પાછળ માત્ર મોબાઈલ જ જવાબદાર છે જ્યારે 5% કેસ પાછળ માતા-પિતા અને સમાજ જવાબદાર છે.