વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળાને તીર્થભૂમિ ગણતા કર્યો સંકલ્પ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા તા. 01.09.2025 ના રોજ રાજ્યની તમામ શાળાઓમાં આપણી શાળા – આપણું સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અભિયાન હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી બનાવવા માટે સંકલ્પ લીધો.
- Advertisement -
શાળાની સંપત્તિને રાષ્ટ્રીય સંપત્તિ માની તેનું રક્ષણ કરવા અને શિક્ષણની ગુણવત્તા વધારવા માટે બાળકો તથા શિક્ષકો પ્રતિબદ્ધ થયા. કાર્યક્રમમાં મોરબી જિલ્લાના કલેકટર કી.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, પ્રમુખ જિલ્લા પંચાયત હંસાબેન પારેઘી, ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી, સાંસદો ચંદુભાઈ સિહોરા, વિનોદભાઈ ચાવડા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નથુભાઈ કડીવાર, જિલ્લા શિક્ષણાધિકારીઓ એન.એ. મહેતા અને કમલેશભાઈ મોતા સહિતના અધિકારીઓ હાજર રહ્યા. તેમણે શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યના કાર્યો માટે શુભેચ્છાઓ પાઠવી.