સમારકામ વગર ડાઇવર્જન હોવાથી ઇમરજન્સી સેવા ઉપલબ્ધ નથી થતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
વડોદરાની બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં જર્જરિત બ્રીજોને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો આ તમામ બરોજની યુધ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું છે પરંતુ કેટલાક બ્રિજને બંધ કરતા ગ્રામ્ય વિસ્તારોના રહીશોની જીવન ખોરવાયું હોવાની સામે આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા – કુડા તરફના બ્રિજ બંધ કરાયો હતો જેના અવેજ રૂપે કેનાલ નજીકથી એક કિલોમીટર ફરીને જવા માટે ડાઇવર્જન પણ કાઢવામાં આવ્યો હતો પરંતુ આ દેવર્જનના રસ્તા પર સમારકામ નહીં થયું હોવાથી મસમોટા ખાડા નજરે પડે છે જેના લીધે કુડા, જેસડા, કોપરણી, એજાર સહિતના ગામોમાં વસતા રહીશોને એક કિલોમીટર જવું પડે છે સાથોસાથ ડાઇવર્જન પર મસમોટા ખાડા હોવાના લીધે આવતા જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે આ સાથે સમારકામ વગર કાઢવામાં આવેલા ડાઇવર્જન પર ખાડા હોવાને લીધે રણકાંઠાન ગામડાઓમાં 108 ઈમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ છે. જ્યારે આ ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓ અથવા પ્રસૂતા માટે ઇમરજન્સી સેવાને સંપર્ક કરતા ડાઇવર્જનન મસમોટા ખાડાને લીધે કોઈ આ ગ્રામ્ય વિસ્તારો તરફ જવા તૈયાર નથી. જેના લીધે ગ્રામજનોને બ્રિજ નિર્માણ થઈ શરૂ ન થાય ત્યાં સુધી આ પ્રકારે જ હાલાકી ભોગવવી પડે તેવું સ્પષ્ટ નજરે તરી રહ્યું છે.