ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના (ફેન્સી) નંબર મેળવવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ઇચ્છુક વાહન માલિક www.parivahan.gov.in/fancy વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે.
મહત્વની તારીખો અને સિરીઝ:
અરજીનો સમયગાળો: 29 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી.
બિડિંગ પ્રક્રિયા: 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી.
પરિણામ: 2 સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન જાહેર થશે.
ઉપલબ્ધ સિરીઝ:
ટુ-વ્હીલર: GJ 36 AS, AQ, AN, AM, AK
ફોર-વ્હીલર: GJ 36 AR, AL, AP, AJ
ટ્રાન્સપોર્ટ વાહન: GJ 36 X, GJ 36 V
પરિણામ જાહેર થયા બાદ, વિજેતા બિડરોએ બાકીની રકમનું ચુકવણું બે દિવસમાં વેબસાઇટ પર જઈને કરવાનું રહેશે. મોરબીની સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા આ માહિતી જારી કરવામાં આવી છે.