ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢના વડાલ ગામે આવેલ ઓમકાલેશ્વર મંદિરે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગણેશજીની સ્થાપના બુધવાર, 27 ઑગસ્ટના રોજ સવારે 8 વાગ્યે કરવામાં આવશે તેમજ ગણેશજીનું વિસર્જન રવિવાર, 31 ઑગસ્ટના રોજ બપોરે 2:30 વાગ્યે કરવામાં આવશે. આયોજકો દ્વારા વડાલના તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નારણભાઈ ભેટારીયા, રાજુભાઈ આસોદરીયા, મેરામણભાઈ, હરીશભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ અને સ્મિતભાઈ જેઠવા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
વડાલના ઓમકાલેશ્ર્વર મંદિરે પાંચ દિવસીય ગણપતિ ઉત્સવનું આયોજન
