ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.26
ઉના પોલીસ લોકો ની સુરક્ષા ની સાથે સાથે લોકો ના સ્વાસ્થ્ય માટે પણ પ્રયત્નશીલ હોય જેના પ્રયાસરૂપે લોકભાગીદારી થી ‘ફિટ ઈન્ડિયા ફિટનેસ કા ડોઝ’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો. નગરપાલિકાના યોગા કેન્દ્રમાં સવારે યોગ સત્ર યોજાયો જેમાં ડાયાભાઈ બાંભણીયા અને એકતાબેન દ્વારા યોગ નું પ્રશિક્ષણ આપવામાં આવ્યુ.યોગ સત્રમાં ડીવાયએસપી ચૌધરી, પીઆઈ એન.એમ. રાણા અને પ્રાંત અધિકારી પરમાર સહિત પોલીસ સ્ટાફ અને શહેરીજનોએ ભાગ લીધો હતો. યોગ કાર્યક્રમ બાદ રિયલી એક્ટિવ ગ્રુપના સભ્યોના સહયોગથી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એડવોકેટ ભવ્યભાઈ પોપટના સહયોગથી યોજાયેલી આ સાયકલ રેલી યોગા કેન્દ્રથી એચએમવી કોલેજ સુધી નીકળી હતી. 5 કિલોમીટરની આ રેલીમાં પોલીસ કર્મચારીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે પોલીસ દ્વારા લોકોને રોજિંદા જીવનમાંથી થોડો સમય કાઢીને યોગ અને સાયકલિંગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય જાળવવા અપીલ કરી હતી.
ઉનામાં ‘ફિટ ઈન્ડિયા ફિટનેસ કા ડોઝ’ કાર્યક્રમ હેઠળ યોગા અને સાયકલ રેલી યોજાઈ
