ગિર સોમનાથ SOG, કસ્ટમ અને મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.26
સુત્રાપાડાના ધામળેજ ગામના દરિયા કિનારે શંકાસ્પદ ક્ધટેનર તણાઈ આવતા તપાસ શરૂ કરવામાં આવી હતી.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના દરિયા કિનારે રવિવારે બપોરે શંકાસ્પદ ક્ધટેનર તણાઈ આવ્યાનું સ્થાનિક લોકોએ જોયું હતું. આ ક્ધટેનર મોટાં ગેસ સિલિન્ડર જેવું દેખાતું હોવા છતાં તેની લંબાઈ આશરે 15 ફૂટ અને પહોળાઈ આશરે 5 ફૂટ હોવાનું જણાય છે. ક્ધટેનરના ઉપરના સ્વાગે ત્રણ ઢાંકણ બાજુએ વાલ્વ તથા ચારેબાજુ લોખંડની ફ્રેમ જોવા મળી રહી છે.
- Advertisement -
ગામના લોકોએ દરિયા કિનારે પાણીની અંદર આ શંકાસ્પદ સરપંચ ક્ધટેનર જોયા બાદ તરત જ ધામળેજ ગામના પ્રતિનિધિ ઓઘડભાઈને જાણ કરી હતી. બાદમાં સરપંચ દ્વારા પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી.અને સુત્રાપાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષાની દ્રષ્ટિએ ક્ધટેનર અંગેની જાણ કોસ્ટગાર્ડ તંત્રને કરવામાં આવી હતી. હાલ ક્ધટેનર દરિયા કિનારા નજીક પાણીમાં તણાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને તેની ચકાસણી માટે કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.આ ઘટનાની જાણ થતાં જ ગીર સોમનાથ જઘૠ, કસ્ટમ અને મરીન પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અને ક્ધટેનર અંગે ઝીણવટભરી તપાસ શરૂૂકરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં દોઢ મહિના પહેલાં લાટી ગામના દરિયા કિનારે પણ આવું જ ક્ધટેનર તણાઈને આવ્યું હતું, જો કે તે સમયે ક્ધટેનરમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.