જિલ્લા LCB દરોડો કરી 95,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાં થતી જુગાર અને દારૂની અસામાજિક પ્રવૃતિઓને સદંતર બંધ કરવા જુદી જુદી ટીમોની બનાવી કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે તેવામાં ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ મથક વિસ્તારની હદમાં આવતા સાલખડા ગામે રહેણાક મકાનમાં દેશી દારૂ અને અખાદ્ય ગોળનો જથ્થો છુપાવેલ હોવાની માહિતી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમને મળતા તાત્કાલિક દરોડો કરી દેશી દારૂ 430 લિટર કિંમત 86 હજાર રૂપિયા તથા અખાદ્ય ગોળના ડબ્બા 60 નંગ કિંમત 9,300 રૂપિયા એમ કુલ મળી 95,300 રૂપિયાનો મુદામાલ ઝડપી ખોડાભાઇ ગભરુભાઈ વિકમા વિરુધ નાની મોલડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી



