સાંજે પીએમ મોદીના શહેરના એરપોર્ટ પર આગમન પછી, અમદાવાદના નરોડાથી નિકોલ સુધીના 3 કિમીના રોડ શો સાથે આ મુલાકાતની શરૂઆત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોર બાદ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ત્રણથી વધુ કાર્યક્રમમાં હાજર રહીને 5400 કરોડથી વધુના પ્રોજેકટોનું ઉદઘાટન-ખાતમુહુર્ત કરશે. વડાપ્રધાનનાં આગમન વખતે જ વરસાદી માહોલને કારણે વહીવટીતંત્ર ઉંધા માથે થયુ છે.




