ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં જૈન પરંપરા અનુસાર દરેક તીર્થંકરની માતાને ચૌદ મહા સ્વપ્નો આવતાં હોય છે. ભગવાન મહાવીરની માતા ત્રિશલાને આવેલા આ સ્વપ્નોની વ્યાખ્યા મહારાજા સિદ્ધાર્થએ કૂશળ સ્વપ્ન પાઠકો પાસેથી કરાવી હતી. આવો જાણીએ આ ચૌદ મહાસ્વપ્નોનું મહાત્મ્ય-
હાથી : પુત્ર નિર્ભય બની જગતમાં વિહાર કરશે.
ઋષભ : જ્ઞાન અને ચારિત્ર બળથી સંસારનાં જીવ આત્માને મુક્તિ તરફ દોરી જશે.
સિંહ : શૂરવીર, પરાક્રમી અને નિર્ભય શાસક બની રહેશે.
લક્ષ્મી : ભૌતિક લક્ષ્મીનો ત્યાગ કરી મોક્ષલક્ષ્મીને વરશે.
પુષ્પની બે માળા : આગાર-અણગાર સમજાવી તીર્થ સ્થાપશે.
ચંદ્ર : શીતળ, સૌમ્ય અને શાંતિદાતા બનશે.
સૂર્ય : મિથ્યાત્વનો અંધકાર દૂર કરી તેજસ્વી ઓજસ્વી બનશે.
ધજા : તેની યશકીર્તિ દૂર સુધી ફેલાશે.
કળશ : જિનવાણી રૂપ જ્ઞાનામૃત પીવડાવશે.
પદ્મ સરોવર : પ્રેમ અને પ્રસન્નતા જગતમાં ફેલાવશે.
ક્ષીર સમુદ્ર : અનેક જીવાત્માનો આધાર બનશે.
દેવ વિમાન : અનેક જીવને સદ્ગતિ તરફ દોરી જશે.
રત્નરાશિ : આત્મિક ગુણોની સમૃદ્ધિ પ્રગટ કરશે.
અગ્નિ : અવિદ્યા દૂર કરી કેવળજ્ઞાન અને કેવળદર્શનનો પ્રકાશ ફેલાવશે.
આ રીતે માતા ત્રિશલાને આવેલા ચૌદ મહા સ્વપ્નો તીર્થંકરના જીવનપ્રવાસ અને આધ્યાત્મિક મહિમાનું પ્રતિક છે.