નશાની હાલતમાં સામાજિક કાર્યકર સાથે ગેરવર્તન કર્યા હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ ડોકટરોની જાણે રાફડો ફાટ્યો હોય તે પ્રકારે ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં ક્લિનિક ખોલીને ડિગ્રી વગર તબીબી સારવાર કરતા બોગસ ડોકટરો નજરે પડે છે ત્યારે કેટલાક ડોકટરોને તો સારવારનો “સ” આવડતો નથી છતાંય પોતાના ક્લિનિક ખોલી રીતસર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે તેવામાં ચોટીલા ખાતે સામાન્ય વ્યક્તિને અણછાજે તેવું વર્તન ખાનગી ક્લિનિકના તબીબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તબીબ દ્વારા જેસંગભાઈ સારોલા નામના એક સામાજિક કાર્યકરને ફોન પર ખોટા કેશમાં ફિટ કરી દેવા અને ગેરવર્તન કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે આ સામાજિક કાર્યકર દ્વારા તો એવું પણ જણાવ્યું હતું કે તબીબ મોટાભાગે નશાની હાલતમાં હોય છે અને નશાની હાલતમાં જ તેને ગેરવર્તન કર્યું હતું આ અગાઉ પણ તબીબ અનેક વખત વિવાદોમાં સપડાઈ ચૂક્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો ત્યારે તબીબની આ હરકતનો મામલો છેક પોલીસ મથકે અને પ્રાંત અધિકારી સુધી પહોચતા પ્રાંત અધિકારી દ્વારા તબીબને ગેરવર્તન કરવા અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે સમન્સ પણ પાઠવ્યું હતું. જ્યારે કૈલાશ હોસ્પિટલ નામનું ક્લિનિક ધરાવતા આ તબીબના હોસ્પિટલ બોર્ડ પર તેઓની ડિગ્રી અથવા તો સ્પેશિયાલિટી ક્યાંય નજરે પડતી નથી જેથી ડોકટર ખરેખર ડિગ્રી ધરાવે છે કે કેમ તેના પર પણ શંકા ઉપજે છે. તેવામાં આ પ્રકારના અનેક તબીબો દ્વારા જો સારવારના બહાને ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરશે તો ખરેખર લોકોનું જીવન તો રામ ભરોસે હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે.