પહેલા જે સતત 3 જુમ્મા સુધી નમાજ ન પઢે તેને કઠોર સજા અપાતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.21
મલેશિયાનાં ટેરેંગાનું રાજ્યે ફરમાન કર્યું છે કે કોઈ સબળ કારણ (જેવા કે માંદગી, મૃત્યુ, લગ્ન વ.) સિવાય શુક્રવારની નમાજ નહીં પઢનારને બે વર્ષ સુધીની જેલની સજા થશે અને 3000 રિંગિર (આશરે રૂૂ. 62000) જેટલો દંડ ભરવો પડશે. જો દંડ ન ભરી શકે તો વધુ સજા થશે. આ સાથે તેની વિધાનસભા ટૂંકમાં તેવું પણ વિધેયક પસાર કરવાની છે કે, સમગ્ર રાજ્યમાં શરિયા કાનૂન લાગુ પડાશે. રાજ્યની ’કાર્યકારી પરિષધ’ના સભ્ય મુહમ્મદ ખલીમ અબ્દુલ હાજીએ સ્થાનિક અખબાર ’બેરિટા-હરિયાન’ને કહ્યું હતું કે, ’તે યાદ આપવી મહત્વની છે કારણ કે શુક્રવારની તે પ્રાર્થના માત્ર એક ધાર્મિક પ્રતીક જ નથી પરંતુ મુસ્લીમો વચ્ચે ભાઈચારો સ્થાપવા તથા આજ્ઞાાંકિત રહેવા માટેનું પ્રતીક છે.’
- Advertisement -
ઉલ્લેખનીય તે છે કે પહેલાં તેવો કાનૂન હતો કે જે સતત 3 જુમ્મા સુધી નમાજ ન પઢે તેને જ આવી કઠોર સજા અપાતી હતી. પરંતુ હવે તેમાં સંશોધન (સુધારો) કરી એક વખત પણ સબળ કારણસર નમાઝ મૂકે તેવા પુરૂૂષોને આવી આકરી સજા કરાય છે.
આ વિષે હોંગકોંગ સ્થિત ’સાઉથ-ચાયના-મોર્નિંગ-પોસ્ટ’નો અહેવાલ દર્શાવે છે કે એક તરફ મલાયેશિયા પોતાને બહુ સાંસ્કૃતિક દેશ હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ મુસ્લીમ કટ્ટરને પુષ્ટિ આપે છે. કેટલાયે દેશોના કટ્ટરપંથીઓ હજી મધ્ય યુગમાં જીવે છે, મધ્ય યુગના કાનૂનો લાગુ કરવા વિચારે છે.