ગેરકાયદે ખનિજ ભરેલા ત્રણ વાહન સહિત 3.60 કરોડનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
વઢવાણ સહિતના વિસ્તારોમાં ખનિજ વહન સામે પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા સતત વોચ રાખી ખનિજ વહન કરતા માફીયાઓ સામે કાર્યવાહી આદરી છે તેવામાં વઢવાણના પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની ટીમ દ્વારા ગણપતિ ફાટસર નજીકથી ગેરકાયદેસર ખનિજ ભરેલા ત્રણ ડમ્ફર તથા વઢવાણ માળોદ રોડ પરથી ખનિજ ભરેલા ત્રણ એમ કુલ છ ડમ્ફર ઝડપી પાડી 3.60 કરોડ રૂપિયાનો મુદામાલ સીઝ કરી ખનિજ માફીયાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.



