દેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા: 16 શખ્સો નાસી છૂટયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સુરેન્દ્રનગર જિલ્લામાં એક બાદ એક ગાંધીનગર એસ.એમ.સી દ્વારા દરોડા કરી સ્થાનિક પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે ત્યારે એસ.એમ.સી ટીમ દ્વારા વધુ એક દરોડો કરતા ચોટીલાના નાની મોલડી પોલીસ અને જિલ્લાની મુખ્ય બ્રાન્ચ સામે શંકા ઉપજી છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા તાલુકાના ખાટડી ગામે ખેતરમાં દેશી દારૂૂની ભઠ્ઠી ચાલતી હોવાની માહિતી ગાંધીનગર એસ.એમ.સી ટીમને મળતા જ 20 ઓગસ્ટના રોજ સવારે એસ.એમ.સીની ટીમ ખાટડી ગામે દેશી દારૂૂની ભઠ્ઠી પર ત્રાટકી હતી જે દરમિયાન 2515 લિટર દેશી દારૂ કિંમત 5,03,000 રૂપિયા, દેશી દારૂનો આથો 18,400 લીટર કિંમત 4.60 લાખ, દેશી દારૂ બનાવવા માટે વપરાશ થતો 1800 કિલો ગોળ કિંમત 18,000 રૂપિયા, ચાર મોબાઈલ કિંમત 16,000 રૂપિયા તથા 7 વાહન કિંમત 13,75 લાખ રૂપિયા અને 31,700 રૂપિયા રોકડ એમ કુલ 24,06,600 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી સાગર નરસિંહ વાઘેલા, રાયધન દેવાભાઈ સોલંકી, દિનેશ નરશીભાઈ મકવાણા તથા બાવકુ સીધાભાઇ પડાયાને ઝડપી લઇ નાની મોલડી પોલીસ મથકે મુદામાલ સહિત ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
SMC ટીમના દરોડામાં હાજર નહીં મળી આવેલા શખ્સો
(1) જયુભાઈ ભોજાભાઈ ગોવાળીયા રહે: ખાટડી
(2) અજીતભાઈ ભાબલુભાઈ ગોવાળીયો રહે: ખાટડી
(3) અમરદીપભાઈ શિવકુભાઈ ગોવાળિયા રહે: ખાટડી.
(4) અનિલભાઈ આબલુભાઈ ભુવાડીયા રહે: ખાટડી
(5) ભાનુભાઈ બહાદુરભાઈ ગોવાળિયા રહે: ખાટડી.
(6) જીગાભાઈ લવકાભાઈ ભડાણીયા રહે: ખાટડી.
(7) અલ્ટો કાર જીજે 17 એન 2055 ના માલિક.
(8) સ્વિફ્ટ કાર એન્જિન નંબર ડી13એ 0579748ના માલિક.
(9) મહેન્દ્ર બોલેરો જીજે 13 એ ડબલ્યુ 4345 કારના માલિક.
(10) મહેન્દ્ર બોલેરો જીજે 07 યુ યુ 4101 કર્ણ માલિક.
(11) મહેન્દ્ર બોલેરો એફ એ બી1161260 એન્જિન નંબર કર્ણ માલિક.
(12) ટ્રેક્ટર જીજે 26 એ બી 5983 નંબરના માલિક.
(13) બાઈક જીજે બી જી 5151 નંબરના માલિક.
(14) મંગળુભાઈ ખાચર રહે: ખાટડી.
(15) બે અજાણ્યા ઈસમો.



