આરોપીની ધરપકડનાં કારણોની લેખિતમાં જાણ કરી નથી: બચાવ પક્ષની દલીલો કોર્ટે માન્ય રાખી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.20
તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર ગામ નજીક અમદાવાદ ના સનાથલ ગામના યુવાન ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉ.વ.24 વાળા ઉપર લુંટ ચલાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુના સબબ પકડાયેલ લોક ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત સાત આરોપીઓ તપાસનીશ પોલીસ અધિકારીની ચુક નાં કારણે જામીન ઉપર મુક્ત થયાનું બહાર આવ્યું છે.
- Advertisement -
તાલાલા પંથકમાં ભારે ચકચાર જગાવનાર આ કથિત બનાવના આરોપીની વધુ તપાસ માટે તાલાલા પોલીસે સાત દિવસની રીમાન્ડની માંગણી સાથે તાલાલા જજ રજા ઉપર હોય વેરાવળ કોર્ટમાં રજૂ કર્યા હતા ત્યારે સુનાવણી દરમ્યાન બચાવ પક્ષના વકીલે આરોપીની ધરપકડ વખતે ભારતના બંધારણની આર્ટિકલ 22 નું પાલન કરવામાં આવેલ નથી તેવું કારણ રજૂ કરી રીમાન્ડ નામંજૂર કરી આરોપીને જામીન ઉપર મુક્ત કરવા માંગણી કરી હતી.સુપ્રિમ કોર્ટના પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંતો પ્રમાણે આરોપીની અટક કરતી વખતે ધરપકડ નાં કારણો લેખિતમાં જાણ કરવી જોઈએ જે પોલીસે કરેલ નથી તે મુળભુત અધિકારો ના ભંગ થવા બરાબર હોય આરોપીને જામીન ઉપર મુક્ત કરવા જોઈએ.બચાવ પક્ષની દલીલ ધ્યાને લેતા અદાલતે કરેલ હુકમમાં જણાવેલ કે આરોપી સામેના ગુનાની ગંભીરતા,આરોપીના ટ્રાયલ દરમ્યાન ની સુનિશ્ચિતતા વિગેરે હકીકત લક્ષમાં લેતાં આરોપીઓને આ તબક્કે શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો ન્યાય નો હેતુ જળવાઈ રહે તેમ અદાલતનું માનવું હોય… ન્યાય નાં હિત તમાંમ આરોપીને જામીન ઉપર મુક્ત કર્યા હતા.
ન્યાય કોર્ટના બંને હુકમ સામે ડીસ્ટ્રીક કોર્ટમાં રિવિઝન ફાઈલ થઈ
તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર ગામના ગંભીર ગુના ના આરોપીની રિમાન્ડ નામંજૂર કરી આરોપીને જામીન ઉપર મુક્ત કરવાના નીચલી અદાલતના હુક્મ સામે કાયદાવિદોમાં પણ અવનવી ચર્ચા થઈ રહી છે.નીચલી કોર્ટના બંને હુકમો સામે વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ દ્વારા રિવિઝન ફાઈલ કરવામાં આવી છે અને તેની તા.21 મીએ સુનાવણી રાખવામાં આવી હોવાનું હોવાનું જાણવા મળે છે.
તાલાલા મામલતદારે જામીન આપ્યા: વેરાવળ નીચલી અદાલતે જામીન ઉપર મુક્ત કરેલ દેવાયત ખવડ સહિતના સાત આરોપીઓને સુલેહ-શાંતિ જોખમાઈ નહીં માટે જામીન લેવા સાંજે તાલાલા મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતા.મામલતદારે રૂ.દશ હજારનાં બોન્ડ ઉપર તમાંમ આરોપીઓને જામીન ઉપર મુક્તકર્યાહતા.