રાજીવ પ્રતાપ રૂડીએ તાજેતરમાં જ ભાજપના સાથી નેતા સંજીવ બાલિયાનને હરાવીને કોન્સ્ટિટ્યુશન ક્લબના સેક્રેટરી (વહીવટ) તરીકે બીજી ટર્મ જીતી છે.
સંસદમાં બુધવારે રોમાંચક નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીને કોન્સ્ટીટ્યુશન ક્લબ ઑફ ઈન્ડિયાના સેક્રેટરી ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
- Advertisement -
રાહુલના આ ‘અનકોમન હેન્ડશેક’ એ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. આ મુલાકાત તે સમયે થઈ, જ્યારે સદન ગૃહમાં બિહાર SIR તેમજ સંસદમાં મુખ્યમંત્રી-મંત્રીઓની ધરપકડ મુદ્દે રજૂ થનારા બિલનો વિપક્ષ વિરોધ કરી રહ્યો હતો. રાહુલ ગાંધીએ રાજીવ રૂડીને જોતાં જ તેમની પાસે જઈ હાથ મિલાવી અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં પોતે જ મીડિયાને કહ્યું હતું કે, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે એક અનકોમન હેન્ડશેક! અભિનંદન. જવાબમાં રૂડીએ સ્મિત સાથે આભાર માન્યો હતો.
કોન્સ્ટિટ્યુશન ક્લબમાં રૂડીની જીત
હાલમાં જ રાજીવ રૂડીએ કોન્સ્ટિટ્યુશન ક્લબના સેક્રેટરી (એડમિનિસ્ટ્રેશન)ના પદ માટે યોજાયેલી ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. આ મુકાબલો ભાજપ vs ભાજપ હતો. જેમાં રૂડીએ પોતાના જ પક્ષના સંજીવ બાલિયાનને હરાવ્યા હતાં. આ ક્લબની ઈતિહાસની સૌથી હાઈ-વોલ્ટેજ ચૂંટણી પૈકી એક હતી. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રૂડીને વિપક્ષના સાંસદોનું મોટાપાયે સમર્થન મળ્યુ હતું. જેથી તેઓએ જીત હાંસલ કરી છે. આ મામલે બંને ભાજપ નેતાઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, આ ચૂંટણીને રાજકારણના ચશ્મા પહેરાવવા જોઈએ નહીં.
- Advertisement -
707 સભ્યોએ કર્યું હતુ મતદાન
આ ચૂંટણીમાં મોટાપાયે મતદાન થયુ હતું. કુલ 1295 સભ્યોમાંથી 707એ મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, યુપીએના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક દિગ્ગજ મંત્રીઓ અને વિપક્ષ નેતાઓએ આ ચૂંટણીમાં ભાગ લીધો હતો.