ST બસને મુસાફરો બેસાડવામાં મુશ્કેલી, ટ્રાફિક અવ્યવસ્થા વધી
રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક ખાનગી પેસેન્જર કારચાલકોનું સામ્રાજ્ય સતત ફેલાતું જઈ રહ્યું છે. ગેરકાયદેસર રીતે મુસાફરોને બેસાડતા હોવાને કારણે અહીં ટ્રાફિકની ગંભીર અવ્યવસ્થા સર્જાઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો ટ્રાફિક પોલીસ તથા RTO તંત્ર દ્વારા નિયમિત કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સમસ્યાનો અંત આવવો મુશ્કેલ છે. ખાસ કરીને ST દ્વારા બનાવાયેલા બસસ્ટેન્ડ પર જઝ બસોને મુસાફરો બેસાડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાનગી કારચાલકો બસસ્ટેન્ડ સામે જ ઊભા રહી મુસાફરોને ખેંચી લેતા હોવાને કારણે ST સેવા પર સીધી અસર થઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને ST બસ સેવાઓ સરળતાથી ચાલી શકે.



