ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.19
મોરબીની ઓળખ સમાન મયુર બ્રીજ પર નાગરિકો અને પ્રવાસીઓ માટે હવે એક નવો આકર્ષણ ઉભો થયો છે. મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા બ્રિજની સુંદરતામાં વધારો કરવાI LOVE MORBI નામનું સ્કલ્પચર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ માત્ર એક ફોટો પોઈન્ટ નહિ પરંતુ મોરબીના ગૌરવ અને લાગણીનું પ્રતિક બની રહેશે.
નાગરિકોની સુવિધા માટે બ્રિજ પર બેસવાની બેન્ચો પણ મૂકવામાં આવી છે જેથી અહીં આવનારાઓને શાંતિ અને સૌંદર્યનો અહેસાસ થાય. આ નવી સુવિધા મયુર બ્રીજને વધુ આકર્ષક બનાવશે અને મોરબીની ઓળખને ઉજાગર કરશે.
મયુર બ્રિજ પર બન્યો નવો આકર્ષણ I LOVE MORBI સેલ્ફી પોઈન્ટ
