શહેરમાં જરૂરી સ્થળોએ માહિતી સૂચક બોર્ડ પણ લગાવવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જતી હોવાને પગલે મહાનગરપાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે શહેરના મુખ્ય માર્ગો પર વાહનો પાર્ક ન કરતાં, નક્કી કરેલી જગ્યાઓ પર જ વાહનો પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા હસ્તક પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડરો કરવામાં આવશે. આથી નાગરિકોને પોતાના વાહનો અનુકૂળ સ્થળે પાર્ક કરવાની સવલત મળશે અને રસ્તાઓ પર થતો ગેરકાયદે પાર્કિંગનો ભાર ઘટશે. આ પગલું શહેરના વિકાસ તરફનું એક મહત્વનું પગથિયું ગણાશે. શહેરમાં જરૂરી સ્થળોએ માહિતી સૂચક બોર્ડ પણ લગાવવામાં આવશે જેથી ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ આવે. ભવિષ્યમાં પાર્કિંગની અયોગ્ય સ્થિતિને કારણે થતી અગવડીઓને ટાળવા સતત પ્રયાસો હાથ ધરાશે.