સોના તથા ચાંદીના દાગીનાં સહિત 74350 રૂપિયાની મત્તાની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
વઢવાણના ગણપતિ ફાટસર નજીક રહેતા ગંગાબેન જયંતીભાઈ મકવાણાના પુત્ર બીમાર હોવાના લીધે સુરેન્દ્રનગર સવા હોસ્પિટલ ખાતે સારવારમાં હોય જેથી એકાદ અઠવાડિયાથી પુત્રની સારવાર અર્થે પરિવાર હોસ્પિટલ ખાતે હોય અને ઘરે તાળું મારી રાત્રીના સમયે પણ હોસ્પિટલમાં જ રોકાયા હોય ત્યારે 24 જુલાઈના રોજ વહેલી સવારે પાંચેક વાગ્યાના સમયે ઘરે જતા ઘરના મુખ્ય દરવાજાનું લોક તોડેલું અને ઘરનો સામાન વેરવિખેર નજરે પડતા ઘરમાં જઈ તપાસ કરતા જ ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત કુલ 74350 રૂપિયાની મત્તા ગાયબ હોવાની જાણ થતા ગંગાબેન દ્વારા પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.આ તરફ ચોરીની ઘટનાનો ગુન્હો નોંધાતા જ સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી સ્ટાફ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા કામે લાગી હતી જેમાં ગણપતિ ફાટસર નજીક રહેણાક મકાનમાં ચોરી કરનાર હનીફ મહંમદભાઇ માણેક ચોરીનો મુદામાલ વેચાણ કરવા માટે વઢવાણ દેવ પાર્ટી પ્લોટ નજીકથી નીકળવાની તૈયારીમાં હોવાની બાતમીને આધારે એલ.સી.બી સ્ટાફ તુરંત આ શખ્સને ઝડપી લઇ સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ 203957 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.