બેન્ડવાજા, રાસની રમઝટ અને હર.. હર.. મહાદેવના નાદ સાથે પ્રારંભ થશે: લોકોને વર્ણાંગી જોડાવવા મહંતનો અનુરોધ
સંગીતજ્ઞ દેવ ભટ્ટ તથા સાથી કલાકારો દ્વારા તા. 23 ઓગસ્ટે અમૃતવાણીનો કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્વયંભૂ રામનાથ મહાદેવની સદી (102)મી વર્ણાંગી સોમવાર તા.18 ઓગસ્ટના રોજ નીકળશે, હજારો શિવભકતો વર્ણાંગીમાં જોડાવા ઉત્સુક છે.
સ્વયંભુ રામનાથ મહાદેવના સાંનિધ્યમાં તા.11 સોમવારે બપોરે 2.30 કલાકે ષોડશોપચાર પૂજન આરતી થશે અને તા.11 સોમવારે બપોરે 3.30 કલાકે વરણાંગીનો પ્રારંભ થશે. રાજકોટ ધર્મપ્રિય જનતાને આ વરણાંગીમાં જોડવવા મહંત નિશાંતગીરી ગોસ્વામીએ અનુરોધ કરેલ છે. વરણાંગીના ઈતિહાસની વાત કરીએ તો 100 વર્ષ પહેલા પ્લેગ રાજકોટની પ્રજા ઉપર આ ભયાનક રોગે ભરડો લીધો આ રોગથી માણસોના ટપોટપ મૃત્યુ થતા ગયા. આ સમયે રાજકોટના એ સમયના પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજ બાપુએ સ્વયંભુ રામનાથ દાદાને પ્રાર્થના ભરી કે એ સ્વયંભૂ રામનાથ દાદા આપ ગ્રામ દેવતા છે તમોને બે હાથ અરજ કરૂ છું કે મારી પ્રજા ઉપર જે પ્લેગનો રોગ ઘેર ઘેર છે તે આપ દુર કરો હું આ રોગ દુર થઈ જશે એટલે શેરમાં આપને વરણાંગી તરીકે ફેરવીશ પ્રજાવત્સલ લાખાજીરાજ બાપુની આ અરજ સ્વીકારીને રાજકોટની પ્રજા ઉપરનો ભયાનક પ્લેગ દુર થયો અને વચનથી બંધાયેલ રાજકોટના આ પ્રજા વત્સલ લાખાજીરાજ બાપુએ પ્રથમ સ્વયંભુ રામનાથ મહાદેવ વર્ણાંગીનો પ્રારંભ કર્યો.
રામનાથ મહાદેવની વર્ણાંગીનો રૂટ
સ્વયંભૂ રામનાથ મહાદેવની 102મી વરણાંગી મંદિરેથી બપોરે 3.30 કલાકેથી રામનાથપરા રોડ કોઠારીયા નાકા, પેલેસ રોડ, આશાપુરા મંદિપ પાછળથી, કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાનાથી શ્રી રામનાથ મહાદેવના મંદિરે પરત થશે.