ભાજપ આગેવાનો અને કાર્યકરો 15 ઑગસ્ટે સવારે 8 વાગ્યે “કમલમ” ખાતે હાજર રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવે દ્વારા જાહેર કરાયું છે કે 79મા સ્વાતંત્ર્ય પર્વના અવસરે શહેર ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે તિરંગા ધ્વજને સલામી આપવા કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર અને ગુજરાત જનસંઘના સ્થાપક, ભાજપના માર્ગદર્શક તથા ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને નાણામંત્રી વજુભાઈ વાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી રાષ્ટ્રની આાન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપશે. પક્ષના આગેવાનો, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરોને 15 ઑગસ્ટના રોજ સવારે 8 વાગ્યે ભાજપ કાર્યાલય “કમલમ” ખાતે ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.