જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તથા પદાધિકારીઓએ રાષ્ટ્રપ્રેમ, એકતા અને ધાર્મિક સૌહાર્દનો સંદેશ આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને હોદેદારોએ 15મી ઓગસ્ટના 79મા સ્વાતંત્ર્ય દિવસ અને જન્માષ્ટમીના પાવન પર્વે સર્વે ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આઝાદી માટેના વીર સપૂતોના બલિદાનને યાદ કરીને હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા અભિયાન સાથે ઉજવણી કરવી જોઈએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં દેશની શક્તિ અને સેનાના શૌર્યનું પ્રદર્શન ‘ઓપરેશન સિંદૂર’થી વિશ્વે જોયું છે. જન્માષ્ટમી પ્રસંગે શ્રી કૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈને સદાચાર, એકતા અને ધર્મની સ્થાપનામાં સૌને યોગદાન આપવાનું આહ્વાન કર્યું.