કતલખાને લઈ જવાતા બે પાડા બચાવ્યા, ત્રણ આરોપીઓ ઝડપાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબીના લક્ષ્મીનગર ગામના પાટીયા નજીક ગૌરક્ષક દળ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદની સંયુક્ત કામગીરીમાં કતલખાને લઈ જવાતા બે ભેંસના પાડા બચાવવામાં આવ્યા હતાં.
કચ્છ તરફથી આવી રહેલી સીએનજી રિક્ષા (નં. જીજે 36 ડબલ્યુ 0655)ને શંકાના આધારે રોકી તપાસ કરતાં તેમાં પાડાઓ મળી આવ્યા. ગૌરક્ષકોએ રિક્ષા અને બંને પાડાઓ કબજે કરી બચાવેલા પશુઓને મોરબી પાંજરાપોળમાં મોકલ્યા હતાં.
મહેન્દ્રનગરના વિવેકભાઈ વેલજીભાઈ અઘારા (26)ની ફરિયાદના આધારે પોલીસે મહેબુબભાઈ અનવરભાઈ મેઘાણી (42), હુસેનભાઈ કાસમભાઈ કટારીયા (45) અને મકબુલભાઈ રફિકભાઈ દલવાડી (19) – ત્રણેય મોરબીના રહેવાસીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.