8 લાખ આપવા છતાં ડાયરામાં જવાનું ટાળતાં દેવાયત ખવડ સામે ફરિયાદનો ખાર રાખી મળતીયાઓ સાથે હુમલો
લોક ડાયરા કલાકાર તથા મળતીયાઓને ઝડપી લેવા PIગઢવી એ તપાસ શરૂ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં જંગલમાં ઠેરઠેર આવેલ ફાર્મ હાઉસ,રીસોર્ટમાં દારૂ-જુગારની પાર્ટી કરી મહેફીલ ની મજા માણવા બહારથી આવતા અનેક ટુરીસ્ટો ઝડપાયા નાં બનાવો તાલાલા પોલીસ ચોપડે વારંવાર નોંધાઈ રહ્યા છે..હવે દંગલ મચાવી જુની અદાવતના હિસાબો સરભર કરવા પણ બહારના લોકો તાલાલા વિસ્તારમાં આવી રહ્યાનો બનાવ મંગળવારે તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
તાલાલા તાલુકામાં ભારે ચકચાર જગાવનાર ચિત્રોડ ગીર ગામના બનાવ અંગે વેરાવળ નાયબ પોલીસ અધિકારી વી.આર.ખેંગારે આપેલ વિગત પ્રમાણે અમદાવાદ નાં સનાથલ ગામના ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ ઉ.વ.24 મિત્રો સાથે ફરવા આવેલ અને ચિત્રોડ ગીર ગામ નજીકના ક્રિષ્ના ફાર્મ હાઉસમાં રોકાયા હતાં તેની ખબર પડતાં રેકી કરી પૂર્વયોજીત કાવતરૂં રચી લોક ગાયક કલાકાર દેવાયત ખવડ ફોચ્ર્યુનર અને ક્રેટા બે ગાડીમાં 12 થી 15 મળતીયાઓ સાથે લઈ હુમલો કરવા ચિત્રોડ ગીર ગામે આવ્યા હતા.આ દરમ્યાન ક્રિષ્ના ફાર્મ હાઉસમાંથી આવી રહેલ ધ્રુવરાજસિંહ ચૌહાણ ની કિયા સેલટોસ ગાડી ને આગળ અને પાછળ થી ઘેરી કાર સાથે આરોપીઓએ તેમની ગાડી અથડાવી હતી જેથી ધ્રુવરાજસિંહ ની ગાડી રોડ ઉપરથી નીચે ઉતરી ગઈ હતી.આ દરમ્યાન મોંઢા ઉપર કપડા બાંધી આવેલ દેવાયત ખવડ તથા તેમની સાથે આવેલ 12 થી 15 લોકોનું ટોળું ભુંડી ગાળો આપી ધોકા અને લોખંડના પાઈપ સાથે ધ્રુવરાજસિંહ તુટી પડ્યું હતું અને ધ્રુવરાજસિંહ નાં ગળામાંથી સોનાનો ચેઈન અને લોકેટ તોડી નાખી ઝુંટવી લીધો હતો અને ફરીયાદી સામે રીવોલ્વર તાકી જો તું પોલીસ કેસ કરીશ તો આ રીવોલ્વર થી ઠોકી નાખી અને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી.આ હુમલામાં ધ્રુવરાજસિંહ ને પગમાં તથા હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી.તેમને પ્રથમ તાલાલા ત્યારબાદ વધુ સારવાર માટે જુનાગઢ રીફર કર્યા હતા.આ બનાવ અંગે ધ્રુવરાજસિંહ ની ફરીયાદ લઈ પોલીસે લોક ગાયક કલાકાર દેવાયત ખવડ તથા 12 થી 15 તેમના મળતીયાઓ સામે બી.એન.એસ.109,311,118(1),118(2),189(2),191(2),191(3),190,61,352,351(3),જી.પી.એકટ કલમ 135 તથા આર્મ્સ એક્ટ કલમ 25,(1)(બી),25(1) મુજબનો તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.
તાલાલા પંથકમાં દંગલ મચાવનાર લોક ગાયક કલાકાર તથા તેમના મળતીયાઓને ઝડપી લેવા તાલાલા ના પી.આઈ.જે.એન ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે તાલાલા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.
લોક ગાયક કલાકાર દેવાયત ખવડનો ઈતિહાસ ગુનાઇત છે
ચિત્રોડ ગીર ગામ નજીક મળતીયાઓ સાથે દંગલ મચાવનાર લોકગાયક કલાકાર દેવાયત ખવડ સામે અગાઉ ચોટીલા,મુળી,સુરેન્દ્રનગર,બોપલ દસક્રોઈ અમદાવાદ,એ-ડિવીઝન રાજકોટ શહેર વિગેરે પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોંધાયા છે જેમાં તાલાલા પંથકમાં દંગલ મચાવવાના ગુના નો ઉમેરો થયો છે.