રાજ્યમાં 9 ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયા બાદ રાજકોટમાં આજે 12 ઓગસ્ટના રોજ સવારે 8 કલાકે પ્રભારી મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તિરંગા યાત્રામાં શહેરની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રાજકોટના નગરજનો અને રાજકીય આગેવાનો જોડાયા હતાં. રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી જ્યુબિલી ગાર્ડન ચોક સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા ‘તિરંગા યાત્રા’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રાજકોટમાં ‘તિરંગા યાત્રા’નું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગર ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ ફ્લેગ ઓફ કરીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
બહુમાળી ભવનથી જ્યુબિલી ગાર્ડન ચોક સુધીની ભવ્ય તિરંગા યાત્રા નીકળી

Follow US
Find US on Social Medias