વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે 9 ઓગસ્ટ, 2025ના રોજ ભીલવાસ ચોક ખાતે સમસ્ત ભીલ સમાજ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ચેરમેન આર. ડી. પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાઇસ ચેરમેન આનંદભાઈ વાગડિયા અને ભીલ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌએ એકબીજાને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને “જય આદિવાસી, જય જોહાર, જય ભારત” નારા લગાવ્યા હતા.