દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોર્ચા દ્વારા રક્ષાબંધન નાં પાવન પર્વ ની ઉજવણી કરવામાં આવી.જેમાં દીવ જિલ્લા ના પોલીસ અધિક્ષક સચિન યાદવજી, સબ ડિવિઝનલ પોલીસ અધિકારી રાહુલ બલહારાજી, સાઇબર ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ ,આઇએનએસ ખુખરી વેસલ ના કર્મચારીઓ તથા દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પદઅધિકારીઓ અને કાર્યકર્તાઓ ને રક્ષા સૂત્ર રાખડી બાંધી.જેમા પ્રદેશ ઉપાધ્યક્ષ અમૃતાબેન અમૃતલાલ ,જિલ્લા પંચાયત ના ઉપાધ્યક્ષ લક્ષમીબેન મોહન ,દીવ નગર પાલિકા ના ઉપાધ્યક્ષ કરુણાબેન રવીન્દ્ર ,મહિલા મોર્ચા પ્રમુખ હેમાક્ષીબેન રાજપૂત ,દીવ નગરપાલિકા ના પૂર્વ અધ્યક્ષ હેમલતાબેન રામા ,વૈશાલીબેન બામણિયા હાજર રહ્યા હતા.
જૂનાગઢ ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનની ઉજવણી
- Advertisement -
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જૂનાગઢ ભાજપ મહાનગર મહિલા મોરચાની 25 બહેનોએ એક અનોખી પરંપરા નિભાવી. આ બહેનોએ ખેતી બેન્ક ગુજરાત, નાફકાર્ડના ચેરમેન અને જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના પથદર્શક એવા ડોલરભાઈ કોટેચાને રાખડી બાંધી. આ બહેનો દ્વારા રાખડી બાંધીને ડોલરભાઈના દીર્ઘાયુ, ઐશ્વર્ય અને સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પરંપરા તેઓ વર્ષોથી નિભાવતા આવ્યા છે, જે ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણી દર્શાવે છે.આ પ્રસંગે ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું કે, આ બધી બહેનોના આશીર્વાદ મારા માટે અમૂલ્ય છે. તેમણે આ પર્વની ઉજવણી બધા ભાઈ-બહેનો સાથે મળીને કરી હોવાનું જણાવ્યું. આ કાર્યક્રમ જૂનાગઢમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને વધુ મજબૂત કરનારો સાબિત થયો.
જૂનાગઢ ભાજપ દ્વારા રક્ષાબંધન પર્વે વૃક્ષારોપણનો સંદેશ પાઠવાયો
ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આ પર્વ નિમિત્તે, શહેરના દરેક વોર્ડમાં લગાવવામાં આવેલા રાખડીના સ્ટોલ પરથી વૃક્ષના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાનો હતો. રોપા વિતરણમાં ગૌરવભાઈ રૂપારેલિયા ઉપરાંત કાર્યક્રમના ઇન્ચાર્જ ભરતભાઈ બાલસ, સહ-ઇન્ચાર્જ કેવિનભાઈ અકબરી, કોર્પોરેટરો, યુવા મોરચાના સભ્યો, આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.આ માહિતી મીડિયા વિભાગના સંજય પંડ્યા દ્વારા આપવામાં આવી હતી.