જામ કંડોરણા તાલુકાના ધોળીધાર ગામે ગોંડલ રોડ પર બાયોડીઝલનું ખુલ્લેઆમ વેચાણ
બાયોડીઝલના ગોરખધંધા સાથે અધિકારીઓની મીલીભગત હોવાની આશંકા
બાયોડીઝલ એ ડીઝલની વ્યાખ્યામાં નથી આવતું, તેનાથી વાતાવરણને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે ખુલ્લેઆમ બાયોડીઝલનું વેચાણ થઈ રહ્યું છે. બાયોડીઝલનો કાળો કારોબાર થતો હોવા છતા કોઈ કામગીરી ન કરતા તંત્ર સામે સવાલ ઊભા થયા છે. જામકંડોરણા ગામથી ગોંડલ જતા મેઈન રોડ પર ખાનગી માલિકીના વરંડામાં બાયોડીઝલના પંપ ચાલી રહ્યો છે. આ પંપમાં એક અંડરગ્રાઉન્ડ ટાંકો પણ બનાવવામાં આવ્યો છે. તેમાંથી વાહનોમાં બાયોડીઝલ પહોંચાડવામાં આવી રહ્યું છે. બાયોડીઝલનો ધંધો એ બે નંબરનો ધંધો છે, જેમ દારૂ વેચાય તેમ બાયોડીઝલ વેચાય છે. જો આ ગેરકાયદે રીતે વેચાતા બાયોડીઝલનો ધંધો બંધ ન થાય તો પેટ્રોલપંપ ધારકોને ખૂબ જ મોટું નુકસાન થાય છે. પેટ્રોલ પંપ ધારકો કરોડો રૂપિયાના પંપ ખોલી બેઠા છે જેનું લાયસન્સ અને કાયદેસર પરમિશન પણ છે. ત્યારે રાજકોટ જિલ્લા સહિત ગામોમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાઈ રહ્યું છે. ત્યારે આ ગેરકાનૂની ધંધા કેમ
અધિકારીઓને દેખાતા નથી…?
બાયોડીઝલએ ડીઝલની વ્યાખ્યામાં નથી આવતું અને આનાથી વાતાવરણમાં પણ ખૂબ જ મોટું નુકસાન થાય છે. છતાં પણ તંત્ર દ્વારા આ બાયોડીઝલનો ગોરખધંધો બંધ કરાવવામાં આવતો નથી. રાજકોટ જિલ્લામાં વેચાતું ગેરકાયદે બાયોડીઝલ બંધ કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં પેટ્રોલપંપ ધારકોને પોતાના પંપ બંધ કરવા પડશે તેવી લાગી રહ્યું છે. ત્યારે કાં તો તંત્ર આ બાયોડીઝલના ગોરખધંધા સાથે સંકળાયેલ હોય અને કાં કોઈ મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે