અધિકારીઓ દ્વારા ખનિજ ચોરી બંધ હોવાના દાવા પોકળ સાબિત થયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાની ખનિજ સંપદાની ચોરી સાથે પ્રકૃતિને નુકશાન અને માનવ જીવન પર પણ જોખમ ટોળાઓ રહ્યું છે અહીં શ્રમિકોની જિંદગી કોફીના ભાવે વેચાઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી પંથકમાં થતા કોલસાના ગેરકાયદેસર ખનન પ્રક્રિયાને લીધે વધુ એક શ્રમિકનું મોત થવાની વિગતો સામે આવી છે. જેમાં આ વખતે લોડર લઈને જતા શ્રમિક લોડર સહિત કોલસાની ખાણમાં ખાબકતા મોત નીપજ્યું હતું.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર મૂળી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ખુલ્લી પડી છે જે મોતના કુવાથી કોઈ કામ નથી. અહીં કામ કરતા અજયભાઈ કાનાભાઈ બાહકીયા ઉંમર: 20 રહે: હાલ વાગડીયા વાળા સેન્ડ સ્ટોન ભરવા માટે લોડર લઈને ખાખરાળાં ગામની સીમમાં જતા હોય તેવા સમયે ખુલ્લી પડેલી કોલસાની ખાણમાં યુવાન લોડર સહજત ખાબક્યો હતો. જ્યારે આ અંગેની જાણ થતા આજુબાજુથી એની શ્રમિકો દોડી ગયા હતા અને યુવાનના પરિવારને જાણ કરી હતી પહેલા તો આ આખાય મામલાને દબાવવા માટે ખનિજ માફીયાઓ દ્વારા પ્રયત્નો શરૂ કર્યા હતા પરંતુ બાદમાં તંત્રને પણ જાણ થતા મુળી મામલતદાર, પ્રાંત અધિકારી અને સ્થાનિક પોલીસ સહિતના ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી જેમાં ઊંડી કોલસાની ખાણમાં યુવાન અને લોડરને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી પડી હતી. ભારે જહેમત બાદ અંતે લોડર કોલસાની ખાણમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા આ કોલસાની ખાણ પડતર હોવાનું રટણ કરી શ્રમિકના મોત મામલે કાર્યવાહી શરૂ કરી છે.
કોલસાની ખાણોમાં ફરી એક વખત શરૂ થયો મોતનો સિલસિલો
થાનગઢ અને મૂળી પંથકના વિસ્તારમાં ચાલતા કોલસાની ગેરકાયદેસર ખાણોમાં દર વર્ષે અનેક શ્રમિકોના મોત થાય છે આ તરફ તંત્રના અધિકારીઓ ખનિજ ચોરી સદંતર બંધ હોવાના બણગા ફૂંકે છે પરંતુ ખરેખર કોલસાની ખનિજ ચોરી યથાવત હોવાથી આ વર્ષે પણ સિઝન શરૂ થાય તે પૂર્વે જ ખનીજના ધંધા સાથે સંકળાયેલ એક શ્રમિકનું મોત સામે આવ્યું છે.