એક આરોપી ઝડપાયો, સ્પા માલિક ફરાર, બે હજાર રૂપિયા લઈને શરીર સુખ પૂરું પડાતું હોવાનું ખુલ્યું
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
વાંકાનેરના રાણેકપર ગામના પાટિયા નજીક આવેલ એક સ્પામાં બોડી મસાજના નામે ચાલતા દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. મોરબી જિલ્લાની એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડીને એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે સ્પાનો માલિક ફરાર છે.
- Advertisement -
નેશનલ હાઈવે પર રાણેકપર ગામના પાટિયા પાસેના હિમાલયા પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ ’સ્પર્શ સ્પા એન્ડ સલૂન’માં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે આરોપી અરવિંદ વશરામભાઈ દેંગડા (રહે. વાંકાનેર)ને ઝડપી પાડ્યો હતો. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર અને સ્પાનો માલિક રવિન્દ્ર નવીનચંદ્ર સોલંકી (રહે. વાંકાનેર) ફરાર થઈ ગયો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ ગ્રાહકો પાસેથી 2,000 રૂપિયા વસુલીને સ્પામાં બોડી મસાજના બહાને બહારથી મહિલાઓ બોલાવીને દેહવ્યાપારનો ધંધો ચલાવતા હતા. આ મામલે પોલીસે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર સ્પા માલિકને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે.