ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
મોરબી શહેરના ધમલપર ચોકડી પાસે મનોજભાઈ હીરાભાઈ સરૈયા અને તેમના પરિવારજનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લાકડાના ધોકા અને પાઈપ વડે મારામારી કરી ઘાતક ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. ઉપરાંત ફરિયાદીની પત્ની કીંજલબેનનું અપહરણ પણ કરાયું હતું. આ ગંભીર કેસમાં સાત યુવકો સામે ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં હવે મોરબી સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને આગોતરા જામીન મંજૂર કર્યા છે.24 એપ્રિલ, 2025 ના રોજ રાત્રે આશરે 12:30 વાગ્યે આરોપીઓ ફરીયાદી મનોજભાઈના ધમલપર ચોકડી પાસે આવેલા નિવાસસ્થાને ઘૂસીને તેમને અને તેમના પરિવારજનો પર હુમલો કર્યો હતો. આરોપીઓમાં રાહુલ હાડગરા, હરેશ રાતડીયા, ગોપાલ ડાંગર, ગોપાલ સાંસલા, અર્જુન રામાવત, સંજય કમ્બોયા અને ભાવેશ સાંસલા સામેલ હતા.
હુમલામાં મનોજભાઈને બચાવવા આવ્યા તેમની માતા કંકુબેન, બહેન ગુડીબેન અને પિતા બળદેવભાઈને પણ ઘાતક ઈજાઓ પહોચાડવામાં આવી હતી. ફરિયાદીની પત્ની કીંજલબેનને ફોવ્ર્હીલરમાં બળજબરીથી લઈ જવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.કીંજલબેનના લગ્ન પહેલા હીરાભાઈ વરૂ સાથે થયેલા, પણ પતિના શારીરિક ત્રાસને કારણે તેઓ ફરીયાદી સાથે મૈત્રી કરાર હેઠળ રહી રહ્યાં હતાં. જે બાબતે આરોપીઓમાં મનદુખના કારણે તેઓએ હુમલો કર્યો હોવાનું કહેવાય છે.
વાકાનેર સીટી પોલીસ મથકે ઇગજ કલમ 118(2), 115(2), 118(1), 140(3), 54 અને ૠઙ એક્ટ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આરોપી પક્ષ તરફથી વકીલ તરીકે વિજય બી. પટગીર તથા વાંકાનેરના એડવોકેટ એફ.એસ. ખોરજીયા હાજર રહ્યા હતા.