અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો જોવા મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી નજીક નર્મદાની મુખ્ય નહેરમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી છે. રાહદારીઓએ નહેરના પાણીમાં લાશ તરતી જોઈ પોલીસને જાણ કરી હતી.
લખતર પોલીસના હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ ભુવાત્રા અને કોન્સ્ટેબલ હીતેશભાઇ કઠેચીયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની મદદથી ભારે જહેમત બાદ પુરુષની લાશને નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી. લાશ અતિ ડીકમ્પોઝ હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસ બાદ તેને રાજકોટ ફોરેન્સિક લેબમાં ખસેડવામાં આવી છે. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે લખતર સરકારી હોસ્પિટલમાં મોકલી હતી.
નર્મદા વિભાગની મુખ્ય નહેરમાંથી છાસવારે લાશો મળવાના બનાવો સામે આવી રહ્યા છે. પોલીસે મૃતકની ઓળખ અને મૃત્યુના કારણની તપાસ શરૂ કરી છે.