દુધઈ ગામની સીમમાં આશરે પાંચ જેટલા હિટાચી મશીનથી ખનિજ ચોરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.6
સુરેન્દ્રનગર જિલ્લા ખનિજ સંપાદનો ભરપૂર ભંડાર હોવાથી ખનીજ માફિયાઓને ડોળો હંમેશા ખનિજ સંપત્તિ પર રહે છે એક તરફ કોલસાનું બેફામ ખનન શરૂ થયું છે તો બીજી તરફ સફેદ માટીનું ખનન કરતા માફીયાઓ દાદાગીરી સાથે દરરોજ ખનિજનું ખનન કરતા નજરે પડે છે તેવામાં મૂળી તાલુકાના દુધઈ ગામે પણ ફરી એક વખત સફેદ માટીનું ખનન શરૂ કરવામાં આવ્યું છે. દુધઈ ગામની સીમ વિસ્તારમાં જુદા જુદા સ્થળો પર એક નહીં બે નહીં પરંતુ પાંચ જેટલા હિટાચી મશીન વડે સફેદ માટીનું બેફામ ખનન થઈ રહ્યું છે. આ અગાઉ છ મહિના પૂર્વે પણ ચાલતા સફેદ મરીના ખનનને લઈ ગ્રામજનો અને પંચાયત દ્વારા જિલ્લા ખાણ ખનિજ વિભાગ, સ્થાનિક મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી જે બાદ કેટલાક અંશે તંત્રના અધિકારી દ્વારા ખનિજ ચોરી અટકાવી પણ હતી પરંતુ ફરીથી દુધઈ ગામની સીમમાં જુદી જુદી જગ્યા પર સફેદ માટીનું ખનન શરૂ છે જેમાં ગઢડા – દુધઈ ગામના સીમાડે, શિવ મંદિર પાસે નદીના કાંઠે, ડેમના કાંઠે, ખારા વિસ્તારમાં સફેદ માટીનું ખનન કરતા પાંચેક હિટાચી મશીન ચાલતા નજરે પડે છે આ મામલે દુધઈ ગામના જાગૃત નાગરિક દ્વારા સફેદ માટીના ગેરકાયદેસર ખનન અંગે ઉચ્ચસ્તરે રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ પણ કરી છે.