2018માં અમિત શાહ વિરુદ્ધ રેલીમાં કથિત ટિપ્પણીઓ અંગેના માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને બુધવારે ઝારખંડ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ગાંધીએ ૨૬ જૂને હાજર રહેવાના ખાસ કોર્ટના આદેશને પડકાર્યો હતો, જેમાં હાઇકોર્ટે પછીની તારીખ માટે તેમની વિનંતી સ્વીકારી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બુધવારે જામીન મળ્યાં. ઝારખંડના ચાઇબાસાની એમપી-એમએલએ કોર્ટે આ જામીન આપ્યા હતા. મામલો ભાજપ નેતા પ્રતાપ કટિહાર દ્વારા દાખલ કરાયેલા માનહાનિના કેસ સંબંધિત હતો.
- Advertisement -
વિવાદ ક્યારે શરૂ થયો?
આ વિવાદની શરૂઆત રાહુલ ગાંધીના 28 માર્ચ 2018માં કોંગ્રેસ અધિવેશનમાં આપેલા એક નિવેદનથી થઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલીન પ્રમુખ અમિત શાહ અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારે આ મામલે 9 જુલાઈ 2018ના રોજ પ્રતાપ કટિહારે ચાઇબાસા સીજેએમ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
અગાઉ બિનજામીનપાત્ર વૉરન્ટ ઈશ્યૂ થયો હતો
- Advertisement -
આ મામલે અનેક વખત સમન્સ મોકલાયા હતા પણ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા ન હતા. છેવટે 26 જૂને કોર્ટે તેમને હાજર કરવા માટે બિન જામીનપાત્ર વૉરન્ટ ઈશ્યૂ કર્યો હતો. રાહુલ ગાંધીએ તેની સામે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસ અગાઉ ચાઇબાસા સીજેએમ કોર્ટમાંથી રાંચીમાં આવેલાી એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો પણ પછીથી જ્યારે ચાઇબાસામાં એમપી-એમએએલ સ્પેશિયલ કોર્ટની રચના થઇ તો ફરીવાર કેસ ચાઇબાસા શિફ્ટ કરાયો હતો.