હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન (HOPE) ચંદ્ર અને તેનાથી આગળના ભવિષ્યના ક્રૂ મિશન માટે ટેસ્ટબેડ તરીકે સેવા આપશે.
ભારતે પોતાના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની યોજના વધુ સઘન બનાવી છે.આ જ યોજનાના હિસ્સારૂપે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ઇસરો) લદાખમાં માર્સ -લાઇક એસ્ટ્રો 2025ની 31, જુલાઇએ, શુક્રવારે લદાખની ત્સો કર વેલી નામના સ્થળે હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન(એચઓપીઇ)નું ઉદ્ધાટન કર્યું છે.
- Advertisement -
આ તાલીમ કેન્દ્રમાં અંતરિક્ષમાં હોય છે તેવું જ વાતાવરણ સર્જવામાં આવ્યું છે.
આ તાલીમ કેન્દ્રમાં બે ક્રૂ મેમ્બર્સ(બે વિજ્ઞાનીઓ) 1થી 10, ઓગસ્ટ દરમિયાન રહેશે. તાલીમ કેન્દ્રમાં બંને વિજ્ઞાનીઓ વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક પરિસ્થિતિમાં રહેશે. સાથોસાથ તેઓ સોઇલ કલેક્શન(ચંદ્રની અને મંગળની ધરતીના નમૂના ભેગા કરવા) અને માઇક્રોબાયલ ટેસ્ટિંગ(સુક્ષ્મ જીવ પર પરીક્ષણ) વગેરે જેવા વૈજ્ઞાનિક પ્રયોગો પણ કરશે. અમારા આ વિશિષ્ટ પ્રયોગમાં દેશની જુદી જુદી વિજ્ઞાન સંસ્થાઓ પણ જોડાઇ છે. ખાસ કરીને બંને વિજ્ઞાનીઓની સમગ્ર ગતિવિધિ પર ઇન્સ્ટિટયુટ ઓફ એરોસ્પેસ મેડિસીન ખાસ નિરીક્ષણ રાખશે.