મેષ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. અગત્યના કામકાજ અંગે મિલન-મુલાકાત થઈ શકે.
વૃષભ : આપે તબીયતની કાળજી રાખીને કામકાજ કરવું. સીઝનલ વાયરલ બીમારીથી સંભાળવું પડે. વાહન ધીરે ચલાવવું.
- Advertisement -
મિથુન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામકાજ-જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને મહત્ત્વના નિર્ણય લઈ શકાય.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ દ્વારા આપના ગ્રાહકોને તોડવાના પ્રયાસ થાય.
સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઘટે.
- Advertisement -
કન્યા : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. જમીન-મકાન-વાહનના કામમાં સાવધાની રાખવી પડે.
તુલા : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ જણાય. મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે. કામનો ઉકેલ આવતાં રાહત થાય.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
મકર : બેન્કના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે ઉતાવળ કરવી નહીં. કોર્ટ-કચેરીના કામમાં રૂકાવટ જણાય.
કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં કામનો ઉકેલ આવતો જાય. પરદેશના કામ થઈ શકે.
મીન : જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.