ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કોઠારીયા કોલોની ખાતે આવેલા મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિર બલધારી હનુમાનજી મંદિરનો જિર્ણોદ્ધાર અને ખાતમુહૂર્ત બીએપીએસના અપૂર્વમુનિ સ્વામીના હસ્તે કરવામાં આવેલું હતું. કષ્ટભંજન અને દુ:ખ હરતા એવા હનુમાનજીના બંને મંદિરો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે અનેક લોકો નિત્ય દર્શનાર્થે આવતાં હોય છે.
આગામી દિવસોમાં રાજસ્થાન ખાતે બંસી પહાડપુરનો પથ્થર ઉપર સોમપુરા પરિવાર દ્વારા નકશી અને કોતરણી કરવામાં આવશે. આ બંને મંદિર શિખરબંધ બનાવવામાં આવશે. 80 ફૂટના રોડ ખાતે આવેલા નટેશ્ર્વર મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર અને પુન:નિર્માણ કરનાર મનોજભાઈ મારૂ, દિલીપભાઈ જોષી, વિજયભાઈ રામાવત અને પ્રદિપભાઈ કુવારદીયા, હરીકાંતભાઈ ગોહેલ દ્વારા આ બંને મંદિરનો જિર્ણોદ્ધાર બાબતે સંકલ્પ કર્યો છે.
- Advertisement -
આ બંને મંદિર જિર્ણોદ્ધારના મુખ્ય દાતા કાનજીભાઈ સગપરીયા અને લવજીભાઈ દોમડીયા છે. આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રા.મ્યુ.કો.ના દંડક મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર નિલેશભાઈ જલુ અને ગૌતમભાઈ ગોસ્વામી અને માણસુરભાઈ વાળા આ જિર્ણોદ્ધાર અને ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ હાજર રહી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરેલો હતો.
આ આયોજનને સફળ બનાવવા મનોજભાઈ મારૂ, વિજય રામાવત, દિલીપભાઈ જોષી, પ્રદિપ કુવારદીયા, કિશોરભાઈ મહેતા, રતિલાલ મહેતા, વિનુભાઈ કુવારદીયા, પ્રવિણભાઈ કુવારદીયા, મનીષ ચૌહાણ, અશ્ર્વિન ખુંટ, રાજેન ચુડાસમા, સુરેશ ડોડીયા, માનવ સોઢા, દેવેન ચંદારાણા, વિશાલ ગામતી, પ્રતિક ડોડીયા, સુમન ગોહેલ, જયવીર વાઘેલા, શુભમ ખુંટ, નિલ પટેલ, પ્રજ્ઞેશ ત્રિવેદી, જય કુવારદીયા, ધર્મેશ ડોડીયા, કિરીટ મારૂ, ભરત મારૂ, નયન દવે, જીજ્ઞેશ દવે, હરીઓમ ગોહેલ, નરેશ વાઢેર, જયંતી ટીલારા, સંદિપ બોરીચા, નીલ બોરીચાએ જહેમત ઉઠાવી છે.