હાલ 44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025નું આયોજન આમસરણ શુટિંગ તેમજ રેન્જ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ઓલિમ્પિક ટ્રેપ અને સ્કીટ શોટગન ઈવેન્ટ તથા ડબલ ટ્રેપ શૂટિંગ ઈવેન્ટની સ્ટેટ લેવલની સ્પર્ધામાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 300થી પણ વધારે શૂટરોએ ઉમંગભર્યો ભાગ લીધો હતો. જેમાં રાજકોટના શોટગન શૂટર નીલરાજ ભરતસિંહ રાણા, માનવરાજસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રજ્ઞેશકુમારની ટીમએ સાથે મળીને કલે-પિજન ડબલ ટ્રેપ શૂટિંગ પુરુષોની ટીમ ઈવેન્ટ કેટેગરીમાં સિલ્વર મેડલ જીતી ગૌરવ મેળવ્યું છે.
44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર

Follow US
Find US on Social Medias