એકના એક પુત્રનું જન્મદિવસે જ મોત થતા પરિવાર ભાંગી પડ્યો
ઝૂપડાની બહાર પિતા-પુત્ર સૂતા હતા:1 કિમી દૂરથી મૃતદેહ મળ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ઉના તાલુકા ના ભાચા ગામ નજીક આવેલ ખોડિયારધાર વિસ્તાર માં છેલ્લા ઘણાં વર્ષો થી 20 ઝૂંપડા માં શ્રમિક વર્ગ ના લોકો નો વસવાટ હોય જેમાં ભુપતભાઈ જીવાભાઈ સોલંકી તેમના પરિવાર માં પત્ની 2 પુત્રી અને 2 વર્ષ ના એકને એક પુત્ર રાજવીર સાથે ઝૂંપડામાં હતા અને રાજવીર તેમના પીતા ભુપતભાઈ ની બાજુ માં સૂતો હોય અને અચાનક રાત્રિના એક વાગ્યે દીપડો ઝૂંપડાંમાં આવી પહોંચ્યો. પીતા ની બાજુમાં સુતેલ રાજવીર ને પોતાના જડબા માં ઉઠાવી લઈ જતા ભુપતભાઈ જાગી ગયા અને દીપડા નો પીછો કર્યો ત્યાં સુધીમાં દીપડો ઝૂપડા થીં દૂર 1 કિલોમીટર લાખાભાઈ ભીખાભાઈ નંદવાણા ની વાડી માં દીપડો રાજવીર ને લઈ ને બેસેલ હતો અને ભુપતભાઈ સહિત આજુ બાજુ ના ઝૂંપડામાં રહેતા લોકો પણ વાડી માં પહોંચી જતા હાકલા પડકારા કરતા દીપડો રાજવીર ને મૂકી નાશી ગયો હતો અને આ અંગે ની જાણ સર્વે જીવ પર્યાવરણ ટ્રસ્ટ ના પ્રમુખ અબ્બાસભાઈ બ્લોચ ને જાણ કરતા જસાધાર વનવિભાગ ને જાણ કરતા ફોરેસ્ટર વીરાભાઇ ચાવડા,સોલંકીભાઈ સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ રાજવીર ના મૃતદેહ ને ઉના સરકારી હોસ્પિટલે પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો.